ગૌતમ અદાણી સામે અમેરિકામાં આરોપનામું વ્યૂહાત્મક છબરડોઃ રીપોર્ટ

ગૌતમ અદાણી સામે અમેરિકામાં આરોપનામું વ્યૂહાત્મક છબરડોઃ રીપોર્ટ

ગૌતમ અદાણી સામે અમેરિકામાં આરોપનામું વ્યૂહાત્મક છબરડોઃ રીપોર્ટ

Blog Article

અબજોપતિ ગૌતમ અદાણી પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે)નો આરોપ ગંભીર ભૂ-રાજકીય પરિણામો સાથેની વ્યૂહાત્મક ભૂલ છે, એમ અગ્રણી અમેરિકન પ્રકાશન ફોર્બ્સે તેના એક રીપોર્ટમાં જણાવ્યું હતું.

“ધ યુ.એસ. હાર્મ્સ ધ વેસ્ટના એલાયન્સિસ વિથ અ ફાર-ફ્લંગ ઈન્ડિક્ટમેન્ટ ઈન ઈન્ડિયા” શીર્ષકવાળા લેખમાં લેખક, મેલિક કાયલાને દલીલ કરી હતી કે લાંચ અને નાણાકીય ખોટી રજૂઆતનું આરોપનામુ ભારત-યુએસ સંબંધોને એવા સમયે નુકસાન પહોંચાડે છે જ્યારે ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે વોશિંગ્ટન સક્રિયપણે મજબૂત જોડાણની માંગ કરી રહ્યું છે.

આ લેખમાં પશ્ચિમી દેશોને ભારતને મુખ્ય ભાગીદાર ગણાવીને જણાવ્યું હતું કે ભારત ખાસ કરીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)માં ભાગીદાર છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ને ટક્કર આપવા માટે રચાયેલ પરિવર્તનશીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે.

જોકે ડીઓજેની કાર્યવાહી, નિર્ણાયક તબક્કે આર્થિક સહયોગ અને વિશ્વાસને નબળો પાડે છે, જેનાથી સંભવિતપણે ભારતને રશિયા અને ચીનની નજીક પહોંચી જશે. અમેરિકા અજાણતાં જ તેની પોતાની ભૌગોલિક રાજકીય સ્થિતિને નબળી પાડે છે, જેનાથી તેના પ્રતિસ્પર્ધીઓ તેમનો પ્રભાવ મજબૂત કરી શકે છે. આ આરોપનામુ પશ્ચિમ દેશોની વધુ પડતી દખલનું વધુ એક ઉદાહરણ છે. વ્યાપક ચિંતા એ છે કે યુ.એસ. અને યુરોપ આવા પગલાઓથી તેમના પોતાના સાથીદારોને નબળા પાડે છે. બીજી તરફ તેમના વિરોધીઓ આર્થિક, લશ્કરી અને ટેકનોલોજીમાં પ્રગતિ કરી રહ્યાં છે.
અદાણી સામે DoJ ની કાર્યવાહી માત્ર કાનૂની નિર્ણય નથીસ પરંતુ એક ખોટી રાજદ્વારી ગણતરી છે, જે એવા સમયે ભારતને અલગ પાડવાનું જોખમ ધરાવે છે જ્યારે પશ્ચિમ સાથે તેનું જોડાણ વૈશ્વિક સ્થિરતા માટે નિર્ણાયક છે.

Report this page